એક રાજપુતનાં જુવાન માથે આભ તુટી પડ્યો છે.
‘કંથા ઉભા કામિની જો પરણી પરઘર જાય,
ધીક ધીક એનો મનખો કુતા રે માંસ નો ખાય.’
લીરા નીકળી જાય એવી પાઘડી માથે બાંધી છે.પેરણમાથી કોણીયું બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે.સુરવાલમા પણ ગોઠણ દેખાય છે.હજામત વધી છે.અને પોતાની જાગીર જે,વેપારીના મંડાણમાં હતી એ ‘હેમચંદ શેઠ’ ની દુકાનની સાંખ જાલીને ‘કેશુભા’ ઉભા છે.
“આવો કેશુભા”
કોણ..?હેમચંદ શેઠ કહે છે.
આખા ગામમાં કોઈ કેશુભા નો કહે…કોઈ કેસું કહે..કોઈ કેસુડો કહે.....વાણીયો છે ને..ઈ જીભે બુરુ નો મનવે.બોવ સમજ્યા જેવી વાત છે.
“હે..કેશુભા,કેમ મોળા પડી ગ્યા છો..?”
“કાકા મારા લગ્ન આવ્યા છે.”
“લે…લગન આવે ઈ જુવાનનું મોઢું તો,પોરહાઈ ને તુંબડાં જેવું થઈ જાય.”
“મારા લગન જુદી જાતના છે.”
“જુદી જાતના અટલે તમે ઉંધેમાથે પણવા જાહો..?હીં…હી..હી..
“કોઈ ઉંધે માથે પરણવા નો જાય…શેઠ.મારા દિવસની ખબર છે ને..?”
“કાંઈ વાંધો નઈ..જોતું કારવતું માંગી લેજો દુકાન તમારી છે.”
“ઈ હારું આવ્યો છું.”
“બોલો.”
“મારા કાકાજી સસરાએ ઉતાવળ કરી છે.લગન પેટે મારે એક હજાર રૂપીયા જોયે છે.મને આપો.”
“ઈ મેળ નઈ ખાય”
“અરે પણ હમણાં તમે કીધું જોતું કારવતું…”
“જોતું કારવતું એટલે,હળદર,મીઠું,મરચું,તજ,લવીંગ,એળશી,સોપારી,સરીફળ,ખાંડ.
,સાકર..હી…હી..હી…”
“શેઠ…મીઠું મરચું તો ગરીબ પાડોશીએ વરા વખતે આપે…ગામનાં છોકરાં પરગામ રમવા નઈ જાય..દુધે ધોઈને મારે તમારા રુપિયા આપી દેવા છે.એક હજાર રૂપીયા આપવા જોહે…”
ત્રણ વખત કેશુભાએ માંગણી કરી,શેઠે…ના પાડી,એટલે પોતાનાં બાપદાદા ની વારીની..સજાવવાના પણ દોઢીયા નતા,ઈ તલવાર સડપ…ગાળાશી…કરી…
“અરે……”
“લે….અસલ..અસલ…વાહ..મારે બસ મારે એટલુ જ જોવુંતું તરવાર મ્યાને કરો..મ્યાને કરો. ધરમનું ધરમ થઈ રેહે બધુ.”
તલવાર મ્યાન કરાવી શેઠે,કેસુભા ને પાણી આપ્યુ.પોતાની પાસે બેહાર્યા... કેસુભા અડધો ઘડો તો પાણીનો પીઈ ગયા.
પોતાનાં ચોપડામાં ખાતુ પાડ્યું
”કેસુભા..તમારા લગ્નપેટે,હું નળીયા કોઠારા નો હેમચંદ શેઠ,એક હજાર રૂપીયા વગર વ્યાજે આપું છું.વ્યાજ એક પાઈ…હિંદવાણે ગાયને મુસલમાને સુવર,મુસલમીનકો સુવર,હે હિંદવાનકો ગાય..દોનો રસ્તા છોડકે,વો તો કાફર હોય સો ખાય..
પણ મારા એક હજાર રૂપીયા..પાછા ના ભરો,ચોપડામાં જમા ના કરાવો.ત્યાં સુધી તમારી જે પરણેતર…ઈ તમારી બેન છે.મા સમાન છે.
મારો મથ્થુ.”
કેસુભા ને પરસેવો વળી ગ્યો હો..
“કાકા…બોવ ઉત્તમ વાત,મારી ઈજ્જતનો રાખનારો તું બન્યો.”
‘લજ જો રખ્ય તો જીવ રખ્ય,જલ વિણ જીવ નો રખ્ય,સાંયા માંગું એતરુ....રખ્ય તો દેઈ રખ્ય.’
(આ તમામ શબ્દો,સ્વ શ્રી કાનજી ભુટા બારોટની લોકવાર્તા ‘દસ્તાવેજ’ ની અક્ષરસઃ કોપી છે.(મુળ વાર્તા શ્રી ઝવેરચંદ મેઘાણીની છે. જેને કાનજીબાપાએ પોતાની આગવી શૈલીમાં વર્ણવી છે.)જેના ઉપરથી સ્વ.શ્રી મનુભાઈ ગઢવીએ ‘કંકુ પગલા’ નામની ફિલ્મ બનાવી હતી.જો કે,ફિલ્મની પટકથામાં અને સંવાદોમાં ફેરફાર કરેલા છે.)

Comments
Post a Comment