વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી





 વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે. સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના સાથે અંગુઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું અનાજ બારોબાર સગેવગે કરી નાખ્યું હતું.

હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન છું. બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીયે પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઈન્સ્પેક્ટર રોહિત તેમજ ઈન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાઈ છે. તમારે જે કરવું હોય તે કરો, અમે તમારી એફઆઈઆર નહીં લખીયે.
નામજોગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેંસાણ મામલતદાર કચેરી, વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં કામે લાગ્યું છે. માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે, હું ગરીબોની તરફેણમાં કામ કરું છું.
ગરીબોના પેટનો કોળીયો છીનવી લેનારા સામે અને તેને છાવરનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું. અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીયે અને જ્યાં સુધી નામજોગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે.
- ગોપાલ ઈટાલીયા

Comments