ગુજરાતમાં મૌસમનો ફેરફાર: વરસાદ શાંથ કેમ થયો અને ક્યારે ફરી લાવશે જોર?

ગુજરાતમાં ચોમાસું ફરી ધીમું પડ્યું, આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા ઓછી





ગુજરાતમાં વરસાદનો બીજો ચરણ થોડીવાર માટે સક્રિય રહ્યો બાદમાં ફરી તેની ગતિ નબળી પડી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ અમુક વિસ્તારમાં હળવો વરસાદ થયો છે.

હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ, હાલમાં સમુદ્ર સપાટી નજીક એક ટ્રોફ રેખા ઉત્તર ભારતમાં ફેલાઈ છે — જે પંજાબથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલી છે. બીજી બાજુ, સૌરાષ્ટ્ર ઉપર 4.5 કિમી ઊંચાઈએ અને દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગે 3.1 કિમી ઊંચાઈએ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે. છતાં પણ ચોમાસાની મૌસમમાં ખાસ ગતિવિધિ જોવા નથી મળી રહી.

હવામાનના નિષ્ણાતો અનુસાર, સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારત માટે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં વરસાદ નબળો રહેવાની આગાહી છે.

ત્યારબાજુ ઉત્તર ભારતના વિસ્તારો — જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં ભૂસ્ખલનની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. પંજાબ, દિલ્હી, હરિયાણા અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જારી રહેવાની શક્યતા છે.

Comments